
હેલો ફ્રેંડ્સ ,
આજે બ્લોગર ના નવાજ feature પર નજર પડી, (હું વધારે એકટીવે નથી બ્લોગર પર.. ;)), જેમાં તમે તમારી માતૃભાષા માં પોતાના વિચારો રજુ કરી શકો છો. ખુબજ સારો પ્રયાસ છે આપણી ભાષાનું ગૌરવ વધારવા નો.
એક કહેવત છે, મા એ મા, બાકી બધા વગડા ના વા. એવું જ કૈક ગુજરાતી ભાષા નું મહત્વ મારા જીવન માં છે. અને i am sure .. બાકીઓ માટે પણ આ નિયમ એટલો જ લાગુ થાય છે. જેટલું હું ગુજરાતી માં વ્યક્ત કરી શકુ એટલું અંગ્રેજી કે બીજી ભાષા માં વ્યક્ત કરવું થોડું અઘરું પડે.
હું એક ડૉક્ટર છું. અને આ બ્લોગ દ્વારા વિવિધ વિષયો, સ્વાસ્થ્ય ને સંબંધિત સવાલો અને જીવન ના ઉત્તર ચઢાવો ને લોકો ની સમક્ષ રજુ કરવાનો એક સારો એવો મોકો મને મળશે એવું હું માનું છું.
આ બ્લોગ માં તમને કોઈ અડચણ હોય કે કઈ મૂંઝવણ હોય, અને તમારી પાસે સાંભળવા વાળું કોઈ ના હોય તો પણ મારી સાથે વાત કરી શકો છો.. ના જાણે આપણી વાતો થી કોનો ફાયદો થઇ જાય..!
have a good day ...!! :)
ર્ડો. વિશાલ.